દેશભરમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસથી સરકારની ચિંતા વધી ગઇ છે. લોકડાઉનમાં ઢીલ બાદ દેશમાં દરરોજ આશરે 10 હજાર નવા કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે પીએમ મોદીએ શનિવારે વરિષ્ઠ પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓની સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમગ્ર સ્થિતિની સમિક્ષા કરી. જેમાં ભારતમાં કોરોનાની સ્થિતિ અને તેને રોકવા માટે ઉઠાવવામાં આવી રહેલા પગલાઓની. જુદા જુદા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાના સંક્રમણની સમિક્ષા કરવામાં આવી.
બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ધન, વડાપ્રધાન કાર્યાલયના મુખ્ય સચિવ, કેબિનેટ સચિવ, સ્વાસ્થ્ય સચિવ ICMRના મહાનિર્દેશક અને અન્ય સંબંધિત અધિકારીઓ સામેલ હતા. બેઠક બાદ વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવામાં આવ્યું કે દેશમાં કુલ કેસમાંથી બે તૃતિયાંશ કેસ પાંચ રાજ્યોમાં છે. અહીં કોરોનાનો પ્રભાવ સૌથી વધારે સામેલ છે. બેઠકમાં પીએમ મોદીએ આગામી બે મહિનાની તૈયારીની સમિક્ષા કરી. તેમણે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓને રાજ્યો સાથે ચર્ચા કરીને ઇમરજન્સી પ્લાન બનાવવાનો નિર્દેશ આપ્યો. આ સાથે પીએમ મોદીએ ચોમાસાની શરૂઆતને ધ્યાને રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયની તૈયારીઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું.