PM નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચ્યા હતા. અંબાજીમાં ચીખલા ખાતે બનાવાયેલા હેલિપેડ પર ઉતર્યા બાદ કાર દ્વારા તેઓ અંબાજી મંદિરના શક્તિ દ્વારા પહોંચ્યા હતા. દરમિયાન ત્યાં હાજર પ્રસંશકોએ તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર હતા. અંબાજીમાં ભટ્ટજી મહારાજે PMને પાદુકા પૂજા કરાવી હતી.