ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે 1 મેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને ધમરોળી ઝંઝાવાતી પ્રચાર કરશે. વડાપ્રધાન 1 અને 2 મે એમ બે દિવસમાં કુલ 6 જાહેર સભાઓ ગજવશે. જેમાંથી એક જાહેરસભા જામનગરમાં પણ યોજાવાની છે, ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સભા સ્થળની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.