આજરોજ દેશભરમાં ઘામઘૂમ પૂર્વક ઘનતેરસના પ્રવની ઉજવણી કરવામાં આવી રહી છ, ત્યારે આ ખાસ દિવસે પીએમ મોદીએ દેશવાસીઓને ઘનતેરસની શુભેચ્છાઓ પાઠવી છે.
પીેમ મોદીએ આજના પર્વ પર ભગવાનને પ્રાર્થના કરી છે કે લોકો હંમેશા સ્વસ્થ અને સમૃદ્ધ રહે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર કહ્યું છે કે, ‘દેશના મારા પરિવારના તમામ સભ્યોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, જે સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હું ઈચ્છું છું કે ભગવાન ધન્વંતરિની કૃપાથી તમે બધા હંમેશા સ્વસ્થ, સમૃદ્ધ અને ખુશ રહો, જેથી વિકસિત ભારતના સંકલ્પને નવી ઉર્જા મળતી રહે.