વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવાર) ગોવા અને મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે આજે મહારાષ્ટ્રમાં નાગપુર મેટ્રોના બીજા તબક્કાનો શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત નાગપુર અને બિલાસપુર વચ્ચેની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ નાગપુર રેલ્વે સ્ટેશન પર લીલી ઝંડી બતાવી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. મેટ્રો અને વંદે ભારત ટ્રેનની ભેટ આપ્યા બાદ હવે પીએમ મોદી નાગપુર અને શિરડીને જોડતા એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે અને નાગપુરના મિહાન વિસ્તારમાં સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. .