ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ઈલેક્ટોરલ કોલેજ અંગેની બેઠક અગાઉ ગુરુવારે કેપિટલ બિલ્ડિંગમાં ખુબ ઉત્પાત મચાવ્યો અને તોડફોડ કરી. ઉપદ્રવીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણમાં અનેક લોકો ઘાયલ થયા જ્યારે એક મહિલાનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. વોશિંગ્ટનમાં હાલ કરફ્યૂ લાદી દેવાયો છે. પીએમ નરેન્દ્ર મોદી એ અમેરિકાની આ તંગ પરિસ્થિતિ પર ટ્વીટ કરીને કહ્યું કે સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થવું જોઈએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં લખ્યું, ‘વોશિંગ્ટન ડીસીમાં હિંસા અને ખલેલના સમાચારોથી તેઓ દુ:ખી થયા છે. યોગ્ય અને શાંતિપૂર્ણ રીતે સત્તાનું સ્થાનાંતરણ કરવું જરૂરી છે. આવા પ્રદર્શન દ્વારા લોકશાહીની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી શકાતું નથી.’