ઊંઝાના ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને સમાજસેવી ડો.આશાબેન પટેલના નિધનથી ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. તો વડાપ્રધાન મોદીએ પણ આશાબેન પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
વડપ્રધાન મોદીએ એક ટ્વીટમાં લખ્યું –
“ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ઓમ શાંતી..”