ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદી ગઈકાલ રવિવારથી ગીર વિસ્તારના બે દિવસના પ્રવાસે આવ્યા છે, ગઈકાલે રવિવારે પીએમ મોદીએ સોમનાથ દાદાના દર્શન કર્યા બાદ બપોર પછી ગીર જંગલ સાસણ સિંહ સેવા સદન ખાતે પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ રાતવાસો કર્યો હતો. સવારે તેઓ એક અલગ જ અંદાજમાં સાસણ ગીર પહોંચ્યા હતાં અહીં તેમણે જંગલ સફારી માણી હતી અને સિંહ દર્શન સાથે સિંહો સહિત વન્યજીવોની ફોટોગ્રાફી પણ કરી હતી.