-
દેશમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવાનો માહોલ બનાવવાના ભાગરૂપે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે રાજ્યસભામાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે ચાર રાજ્યો એક સાથે ચૂંટણીઓ યોજવા સહમત છે. તેમની આ હિમાયતના પગલે રાજકીય પરિબળોમાં એવી અટકળો શરૂ થઇ છે કે વડાપ્રધાન આ વર્ષે યોજાનાર 8 રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓની સાથે કદાચ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પણ વહેલી યોજવા માંગે છે કે કેમ. દરમ્યાન, ચૂંટણી પંચના સૂત્રોનું માનવું છે કે રાજ્યો અને લોકસભાની એકસાથે ચૂંટણીઓ માટે ચૂંટણી સંબંધિત વિવિધ પાંચ કાયદામાં સુધારા કરવા પડે તેમ છે.