કોંગ્રેસના સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર મોટો હુમલો કર્યો છે. એક જાણીતા અખબારના લેખમાં સોનિયા ગાંધીએ NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે કહ્યું હતું કે, પરીક્ષા પર ચર્ચા કરનારા પીએમ પેપર લીક પર મૌન સેવી બેઠા છે. આ પરીક્ષાએ દેશભરના અનેક પરિવારોને બરબાદ કરી નાખ્યા છે.
સોનિયા ગાંધીએ કહ્યું કે, ચૂંટણી પરિણામો પીએમ મોદી માટે વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હારના સંકેત છે. આ જનાદેશે નફરત અને વિભાજનની રાજનીતિને નકારી કાઢી છે પણ પીએમનું વર્તન એવું છે કે જાણે કંઈ બદલાયું નથી! તેઓ સર્વસંમતિનો ઉપદેશ આપે છે પરંતુ ટકરાવને પ્રોત્સાહન આપે છે. એવું લાગતું નથી કે તેમને આ જનાદેશ સમજાયો હોય.