ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે અને દિવાળી નજીક આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતામાં ૧૬૦૦૦ કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. આ યોજના હેઠળ પ્રત્યેક ખેડૂતના બેંક ખાતામાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા જમા કરવામાં આવે છે જેમાં દરેક ચાર મહિને બે હજાર રૂપિયા જમા કરાવવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પીએમ-કિસાન યોજનાને ધ્યાનમાં રાખીને પીએમ કિસાન સમ્માન સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઇ પણ વચેટિયાઓ વગર ખેડૂતોને સીધા તેમના બેંક ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા છે. હાલ પીએમ કિસાન યોજનાનો આ ૧૨મો ઇન્સ્ટોલમેન્ટ છે. જેની કુલ રકમ આશરે ૧૬૦૦૦ કરોડ રૂપિયા છે. આ ૧૨મા ઇન્સ્ટોલમેન્ટનો લાભ ૧૧ કરોડ ખેડૂતોને મળવાની શક્યતાઓ છે.