મંગળવારની રાત્રે 8 વાગે દેશને સંબોધિત કરતાં PM મોદીએ રાહત પેકેજની જાહેરાત કરી છે. પરંતુ PM મોદીએ જણાવ્યું કે, આ પેકેજમાં નાણામંત્રી અને RBI દ્વારા પહેલા આપવામાં આવેલ રાહત પેકેજ પણ જોડવામાં આવ્યા છે. તેથી હવે લોકોની જિજ્ઞાશા વધી ગઈ છે કે, બાકીનું પેકેજ કેટલાનું હશે અથવા કેટલી રાશિ બચે છે?
અસલમાં ભારતીય રિઝર્વ બેંક અત્યાર સુધી બે તબક્કામાં લગભગ 4.71 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ આપી ચૂકી છે. સૌથી પહેલા 27 માર્ચે રિઝર્વ બેંક રોકડ વધારવાના કેટલાક ઉપાયોની જાહેરાત કરી હતી અને રેપો રેટમાં 75 બેઝિક પોઈન્ટનો કાપ પણ કર્યો હતો. CRR ઘટાડીને 4થી 3 ટકા કરી દેવામાં આવ્યું હતું. તેવી જ રીતે એક પછી એક લગભગ 6.44 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત થઈ ચૂકી છે.
આવી રીતે સરકાર અને રિઝર્વ બેંક દ્વારા અત્યાર સુધી લગભગ 6.44 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત થઇ ચૂકી હોવાના કારણે PM દ્વારા 20 લાખ કરોડ રૂપિયામાંથી 13.56 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત બાકી રહી છે, જે આગળ સરકાર અનેક ટૂકડાઓમાં કરી શકે છે.