વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ચૂંટણી જીત્યા બાદ પહેલી વાર ગુજરાતની મુલાકાતે આવેલા નરેન્દ્ર મોદીનું ખાનપુર ખાતે સ્વાગત થયું હતું. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં સુરતની ઘટનાનું દુખ વ્યક્ત કર્યુ હતું. પીએમ મોદીએ કહ્યું કે હું ક્યારેય ચૂંટણીમાં પરિણામના આંકડા જાહેર કરતો નથી પરંતુ પત્રકારોને મેં પહેલી વાર આંકડો આપેલો કે અમે 300 પાર કરીશું.
તેમણે કહ્યું, “એક બાજુ દુખ બીજી બાજુ કર્તવ્ય ભાવ હું મુંજવણમાં હતો કે આ કાર્યક્રમમાં આવવું કે નહીં. એક તરફ દુખ અને બીજી બાજુ માતૃભૂમિનું ઋણ અદા કરવાનું કામ પરંતુ આના પછી તરત આવવાની સંભાવના નહોતી. માના આશિર્વાદ લેવાનું પણ સ્વાભાવિક દરેક સંતાનની ઇચ્છા થતી હોય પરંતુ ગુજરાત ભાજપની સંવેદનશીલતા માટે અને ગૌરવપૂર્ણ ઉત્સવને સુરતની ઘટનાને અર્પીત કરી અને કોઈ પણ પ્રકારના ઠાઠ સિવાય તમારા દર્શન માટેની મને તક તે બદલ હું ગુજરાત ભાજપનો આભારી છું.”