ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 261 થઈ ગયો છે. PM નરેન્દ્ર મોદી શનિવારે બપોરે ઘટનાસ્થળે પહોંચ્યા. હવે તેઓ હોસ્પિટલમાં ઘાયલોને મળશે. આ પહેલા PMએ ટ્રેન દુર્ઘટનાની સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી હતી. આ અકસ્માત શુક્રવારે સાંજે લગભગ 7 વાગે બાલાસોરના બહનગા બજાર સ્ટેશન પાસે થયો હતો. 650 લોકો હોસ્પિટલમાં દાખલ છે.