વડાપ્રધાન મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. નર્મદાના કેવડિયા ખાતે આજે એક દિવસીય મુલાકાત માટે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી અમદાવાદથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા માટે રવાના થયા છે અને કેવડિયામાં યોજાઈ રહેલી કમ્બાઇન્ડ કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેશે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કમાન્ડર કૉન્ફરન્સ યોજાઈ રહી છે.આ કૉન્ફરન્સમાં ગઈકાલે રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આજે વડાપ્રધાન મોદી આ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં આવી રહ્યા છે. આ કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશની તમામ સુરક્ષા પાંખના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે આ પ્રથમ અવસર હતો કે દેશના આર્મી, નેવી, એરફોર્સમના વડા સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.