કોરોના વાયરસની મહામારી વચ્ચે પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા અમ્ફાન વાવાઝોડાને લઇને ભયંકર તબાહી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા 283 વર્ષમાં આવેલું ભયંકર વાવાઝોડુ છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમ્ફાન વાવાઝોડાનું હવાઇ સર્વેક્ષણ કરવાને લઇને કોલકાતા પહોંચ્યાં છે. PM મોદીનું બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વાગત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યના ગર્વનર જગદીપ ધનકડ અને કેન્દ્રીય મંત્રીએ હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડાના અસગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં અમ્ફાન વાવાઝોડાના કારણે 80 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે રાજ્યમાં અંદાજે 1,00,000 કરોડના નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે.