વડાપ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. જ્યાં આજે (શનિવારે) કલકત્તા એરપોર્ટ પર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કલકત્તાના મેયર અને બંગાળના શહેરી વિકાસ મંત્રી ફિરહાદ ખાને PM મોદીનું સ્વાગત કર્યું. જે બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજભવનમાં PM મોદી સાથે મુલાકાત કરી.
PM મોદી સાથેની મુલાકાત બાદ CM મમતા બેનર્જીએ જણાવ્યું કે, "વડાપ્રધાન સાથે વાત કરતી વખતે મેં તેમને કહ્યું કે, અમે CAA, NPR અને NRCની વિરુદ્ધમાં છીએ. અમે ઇચ્છીએ છીએ કે, CAA, NRC પરત ખેંચવામાં આવે."
જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ, CAA મુદ્દા પર PM મોદીએ મમતા બેનર્જીને જવાબ આપતા કહ્યું કે તેઓ અહીં કોઇ અન્ય કાર્યક્રમમાં સામેલ થવા આવ્યા છે. આ મુદ્દા પર દિલ્હીમાં વાત થશે. તેની સાથે જ PM મોદીએ CM મમતા બેનર્જીને દિલ્હી આવવા પણ કહ્યું છે.