વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમની 70મી વર્ષગાંઠ માદરે વતન ગુજરાતમાં ઊજવવા સોમવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં રાજભવન ખાતે રાતવાસો કર્યા બાદ તેઓ વહેલી સવારે માતા હીરાબાને મળી તેમના આશીર્વાદ મેળવાના હતા. પરંતુ કાર્યક્રમ ફેરફાર થયા બાદ PM મોદી માતા હીરાબાને ગાંધીનગર મળ્યા પહેલાં તેઓ કેવડિયા ખાતે જવા માટે રવાના થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમવાર 138.68 મીટર સર્વોચ્ચ સપાટીથી છલકાયેલા નર્મદા ડેમના નીરમાં શ્રીફળ ચૂંદડી વહાવી PM મોદી નર્મદાના પાણીના વધામણાં કરશે. જણાવી દઈએ કે આ ઐતિહાસિક અવસરે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહાઆરતીનો કાર્યક્રમ પણ યોજાશે, આ સાથે રાજ્યકક્ષાના નમામિ દેવી નર્મદે મહોત્સવનો આરંભ થશે. જો કે PM મોદી બપોર બાદ માતા હિરાબાના આશીર્વાદ લે તેવી શક્યતા છે.
જણાવી દઈએ કે PM મોદી નર્મદા નદીના પૂજનમાં ભાગ લેશે અને સરદાર સરોવાર ડેમના કન્ટ્રોલ રૂમમાં પણ જશે. આ દરમિયાન તેઓ ગરુડેશ્વર ખાતે દત્તાત્રેય મંદિર પણ જશે. તેઓ કેવડિયા ખાતે એક સભાને પણ સંબોધિત કરશે. ત્યાર બાદ PM મોદી નમામી નર્મદે મહોત્સવની શરૂઆત કરશે.