દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે હવે ભારતમાં બનતી કોરોના રસી પર ચાલતા કામની સમીક્ષા આજે વડાપ્રધાન મોદીએ કરી હતી. તેઓ આજે સવારે અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેઓ ઝાયડસ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી રસીના કામનું નિરીક્ષણ કરતાં જોવા મળ્યા બતા. વડાપ્રધાન મોદીએ ચાંગોદરના પ્લાંટ ખાતે કોવિડ રસી કેન્દ્રમાં પહોંચ્યા હતા. અહીં તેમણે રસી પર ચાલતી પ્રક્રિયાનું વિશ્લેષણ કર્યું હતું. અમદાવાદ બાદ તેઓ પૂણે અને હૈદરાબાદ પણ જશે.
સવારે અમદાવાદ પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત કંપની ઝાયડસ કેડિલા પાર્ક પહોંચ્યા હતા. અહીં તેઓ પીપીઈ કીટ પહેરી પ્લાંટમાં ગયા હતા અને કોરોના રસી પર કામ કરતા વૈજ્ઞાનિકોને મળી અને વિગતો મેળવી હતી. વડાપ્રધાન આજની આ ત્રણ સેન્ટરની મુલાકાત બાદ ભારતમાં તૈયાર થતી કોરોનાની રસી અંગે શું જણાવે છે તેના પર લોકોની નજર મંડાયેલી છે.