દિલ્હીના રામલીલા મેદાન મેદાનના બદલે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા સેક્ટર માં વિજયાદશમીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે દિલ્હીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પણ હાજર રહ્યા હતા. રામલીલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાફો પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પહેલા સુરક્ષા કારણોને જોતા એસપીજી અને પેરા મેલેટ્રીના જવાનો અને દિલ્હી પોલીસે ચાંપતી સુરક્ષા વ્યવસ્થા કરી હતી. દ્વારકા સેક્ટર 10માં આ રાવણ દહન કાર્યક્રમમાં 107 ફૂટના રાવણનું દહન આ વખતે થવાનું છે. જેમાં પીએમ મોદી તીર ચલાવશે.
આ કાર્યક્રમના આયોજકોએ જણાવ્યું કે ગત ચાર વર્ષથી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમમાં આવવા માટે નિમંત્રણ આપે છે. ત્યારે આખરે આ વર્ષે પીએમ આ કાર્યક્રમમાં હાજરી આપી છે. આ રાવણ દહનના કાર્યક્રમમાં દર વર્ષે લગભગ 70 હજાર લોકો આવે છે. અને આ વર્ષે આ ગ્રાઉન્ડમાં 1 લાખ લોકો હાજરી આપશે તેવું અનુમાન છે. આ વર્ષે પણ સમગ્ર ગ્રાઉન્ડમાં એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. અને સુરક્ષા માટે એન્ટ્રી પર મેટલ ડિટેક્ટર પણ લગાવવામાં આવ્યા છે. વળી ગ્રાઉન્ડની બહાર પણ મોટી સ્ક્રીન લગાવવામાં આવી છે જેથી નાના મોટા તમામ આ કાર્યક્રમને સારી રીતે જોઇ શકે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર લાલ કિલ્લાની રામલીલાથી દૂર દિલ્હીનાં દ્વારકા સેક્ટર-10માં થનારી રામલીલામાં સામેલ થયા છે. જે અંગે 5 દિવસ પહેલા જ કાર્યક્રમના આયોજકોને જાણકારી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં રામલીલાનો કાર્યક્રમ પણ માણ્યો હતો.