વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૭૦મા મન કી બાત રેડિયો કાર્યક્રમમાં ફરી એકવાર દેશની જનતાને કોરોના મહામારીમાં એક મહિનો લાંબી તહેવારોની સિઝનમાં સંયમ જાળવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દશેરા અસત્ય પર સત્યના વિજયનો અવસર છે. તે સમસ્યા પર ધીરજનો પણ વિજય બતાવે છે. તહેવારોની સિઝનમાં જનતા કોરોના વાઇરસ સામેની લડાઇમાં ઘણો સંયમ જાળવી રહી છે તેથી આપણો વિજય નિશ્ચિત છે. હજુ ઘણા તહેવાર આવી રહ્યા છે ત્યારે આપણે આ કટોકટીના સમયમાં સંયમથી કામ લેવાનું છે. લોકડાઉનના સમયમાં આપણને મદદ કરનારા લોકો સાથે મળીને તહેવારોની ઉજવણી કરીએ.