વડાપ્રધાન મોદીએ એ ગાંધીજીની 150મી જયંતીના અવસરે દેશભરના 10,000 સરપંચોનું એક સંમેલન સંબોધ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અષ્ટકોણીય આકારની સ્ટૅમ્પ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. મહાત્માગાંધીજીની 150મી જન્મજયંતી અંતર્ગત 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સ્વચ્છાગ્રહી સરપંચોને તેમના ઉતકૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં થોડીવારમાં વડાપ્રધાન મોદી દેશને ખુલ્લામાં શૌચ મુક્ત દેશ તરીકે જાહેર કરશે
પી.એમ. મોદીએ દેશના 10,000 સરપંચનો શીશ ઝૂકાવીને નમન કર્યુ હતું. આ સંમેલનમાં તેમણે કહ્યું કે એક તરફ બાપુની જયંતી, બીજી બાજુ નવરાત્રી ત્યારે દેશમાં ચોમેર ખુશીનો માહોલ છે. થોડા દિવસો પહેલાં સંયુક્ત રાષ્ટ્રએ વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી આજે અહીંયા પણ વિશેષ ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડી અને બાપુની શ્રદ્ધાંજલિ અપાઈ છે.