વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાલીમાં મંગળવારે જી-૨૦ બેઠકમાં ભાગ લીધો હતો. આ સમિટમાં ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડો દ્વારા યોજાયેલ ડિનર વખતે પીએમ મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગે હાથ મિલાવ્યા હતા. પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીની હિંસા થયા પછી પીએમ મોદી અને જિનપિંગ પહેલી વખત ઓન કેમેરા એકબીજાને મળ્યા હતા. આ સિવાય વડાપ્રધાન મોદીએ જી-૨૦ બેઠક સમયે બ્રિટનના પીએમ રિશિ સુનક, બાઈડેન સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.