પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું 84 વર્ષની વયે સોમવારે નિધન થયું. તેઓ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતાં. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સવારે 9 વાગ્યાથી 10 રાજાજી માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યું છે. કોરોનાકાળને જોતા સામાજિક અંતર સહિત તમામ જરૂરી પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવશે. સવારે 9 વાગ્યાથી ગણમાન્ય વ્યક્તિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. પીએમ મોદી અને રક્ષામંત્રી રાજનાથ સિંહે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને શ્રદ્ધાંજલિ આપી. સામાન્ય જનતા માટે 11-12 વચ્ચે અંતિમ દર્શન થઈ શકશે.