PM મોદીએ આજે પશ્ચિમ બંગાળના બસીરહાટમાં જનસભાને સંબોધિત કરી. અહી તેમણે પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, હું ભાજપ અને પશ્ચિમ બંગાળના તે સાથીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું જેમની છેલ્લા કેટલાંક દિવસોમાં TMCના ગુંડાઓએ હત્યા કરી, જે ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરુ છું, લોકશાહી માટેનું તમારુ બલિદાન વ્યર્થ નહી જાય.
પશ્ચિમ બંગાળમાં ગણતંત્રને ફરી સ્થાપિત કરવા માટે તમારો જુસ્સો અને ઇચ્છાશક્તિ સમગ્ર દેશ આદર સાથે જોઇ રહ્યો છે. દીદીના ગુંડા ગોળીઓ અને બોંબ લઇને વિનાશ પર ઉતર્યા છે પરંતુ લોકશાહી પ્રત્યેની શ્રદ્ધાને લઇને બંગાળના મારા ભાઇ-બહેનો અડગ છે. તમારો આ ઉત્સાહ અને જોશ મમતા દીદીની આ અત્યાચારી સત્તાને ઉખાડી દેશે.