પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું. જ્યારે લૉકડાઉન 4ની માહિતી 18 મે પહેલાં જાહેર કરી દેવાશે તેમ પણ જણાવ્યું હતું. પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે 21મી સદી ભારતની હોય તે આપણી જવાબદારી છે. આત્મનિર્ભર ભારત એ એક જ માર્ગ છે. ભારતે આપદાને અવસરમાં બદલી છે. આપણે આત્મનિર્ભર ભારતની જરૂર છે. 130 કરોડ ભારતીયો એક સાથે સંકલ્પ લઈએ કે ભારતને આત્મનિર્ભર બનાવીશું.
PM મોદીના સંબોધનની મહત્વની વાતો
- દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા PM મોદીએ 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યું
- 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં કુટીર, ગૃહ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોની ખાસ વ્યવસ્થા કરાઈઃ PM મોદી
- કાલથી નાણામંત્રી આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિવિધ ઉદ્યોગો માટે આર્થિક પેકેજની ફાળવણી કરશેઃ PM મોદી
- 20 લાખ કરોડના આર્થિક પેકેજમાં જમીન, મજુરો, લિક્વિડીટી અને નુકશાન પર ખાસ ધ્યાન અપાયું છેઃ PM મોદી
- કોરોનાનું સંકટ એટલું મોટું છે કે મોટી મોટી વ્યવસ્થાઓ હચમચી ગઈ છેઃ PM મોદી
- 18 મે પહેલાં લૉકડાઉન 4ની જાહેરાત કરી દેવાશે. આ નવું લૉકડાઉન નવા રૂપરંગ અને નવી છૂટછાટ સાથેનું હશે