વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એક વાર પોતાના મન્થલી રેડિયો કાર્યક્રમ મન કી બાતના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કર્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બે દિવસ પહેલા કેટલાક અદભૂત તસવીરો, કેટલાક યાદગાર ક્ષણ, હજુ પણ મારી આંખોની સામે છે. તેથી આ વખતે મન કી બાતની શરૂઆત તે જ ક્ષણોથી કરું છું. ટોક્યો ઓલમ્પિક માં ભારતીય ખેલાડીઓને તિરંગો લઈને ચાલતા જોઈને મારા ઉપરાંત સમગ્ર દેશ રોમાંચિત થઈ ગયો. હું ભારતના તમામ ખેલાડીઓને શુભકામનાઓ પાઠવું છું.
PM મોદીએ કહ્યું કે, આ વખતે 15 ઓગસ્ટે દેશ પોતાની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ આપણા માટે મોટું સૌભાગ્ય છે કે જે આઝાદી માટે દેશે સદીઓની રાહ જોઈ, તેના 75 વર્ષ થવાના આપણે સાક્ષી બની રહ્યા છીએ. આપને યાદ હશે કે આઝાદીના 75 વર્ષ ઉજવવા માટે 12 માર્ચે બાપૂના સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી.