કોરોના વાયરસને લઇને જાહેર કરેલા લોકડાઉનનો સમયગાળો આજે પુરો થઇ રહ્યો છે ત્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉનને લઇને ફરી રાષ્ટ્રને સંબોધન કર્યું. PM મોદીએ સંબોધનમાં દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે.
PM મોદીએ દેશનં સંબોધનમાં જણાવ્યું કે 20 એપ્રિલ સુધી દેશના દરેક જિલ્લા અને રાજ્યો પર કડક નજર રાખવામાં આવશે. જેમાં ચેક કરવામાં આવશે કે લોકડાઉનનું કેવું પાલન કરવામાં આવી રહ્યું છે. જો સફળ થશે, જે હોટસ્પોટ વધવા નહીં દે, તેના આધારે મૂલ્યાંકન બાદ 20 એપ્રિલથી દેશમાં અમુક છુટછાટ આપવામાં આવશે. જો કે આ છૂટછાટ શરતોને આધીન જોવા મળશે. તેમ છતાં જો નિયમોનું પાલન નહીં થતું હોય તો તમામ છુટછાટ પરત લઇ લેવામાં આવશે.
વિજય માર્ગ મેળવવા સપ્તપદીના સાત વચન PM મોદીએ માંગ્યા
1) પોતાના ઘરના વૃદ્ધોનું વિશેષ ધ્યાન રાખો, એવા વ્યક્તિઓ જે બીમાર હોય તેમની એક્સ્ટ્રા કેર કરવી
2) લોકડાઉન- સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવાનું છે
3) રોગપ્રતિકારક શક્તિ વધારવી
4) કોરોના ઈન્ફેક્શન રોકવા માટે આરોગ્ય સેતુ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
5) શક્ય હોય એટલું ગરીબ પરિવારની મદદ કરવી, તેમના ભોજનની જરૂરિયાત પૂરી કરવી
6) વ્યવસાય-ઉદ્યોગમાં સાથે કામ કરતાં લોકો પ્રત્યે સંવેદના રાખવી, કોઈને નોકરીમાંથી ન કાઢવા
7) કોરોના યોદ્ધા- ડોક્ટર, નર્સ, સફાઈ કર્મચારી, પોલીસોનું આદર સન્માન કરવું