વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનની મુલાકાતે જતા અગાઉ કોંગ્રેસને નિશાને લેતાં કહ્યું કે લોલીપોપ આપીને કર્ણાટક ચૂંટણી જીતવાની કેટલાક પક્ષો દ્વારા કોશિશ થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે કર્ણાટકની 224 વિધાનસભા બેઠકો પર 12મી મેના રોજ વોટિંગ થવાનું છે. નમો એપ દ્વારા તેમણે ભાજપના ઉમેદવારોને કર્ણાટકની ચૂંટણી માટે કોંગ્રેસ અને જેડીએસનો મુકાબલો કરવા માટેના પ્રચારના મુદ્દાઓ પણ જણાવ્યા હતા.