જળવાયુ મુદ્દે વૈશ્વિક નેતાઓની શિખર બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકન પ્રમુખ જો બાઈડેનનું આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકારી લીધું છે. ડિજિટલ માધ્યમથી આ બેઠક ૨૨-૨૩ એપ્રિલે યોજાશે. જોકે, આ બેઠક માટે બાઈડેને પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ બાઈડેનની પહેલનું સ્વાગત કર્યું છે અને નિમંત્રણ સ્વિકારી લીધું છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના ૪૦ નેતાઓને જળવાયુ પરિવર્તન અંગે ચર્ચા કરવા એક શિખર બેઠકમાં આમંત્રણ આપ્યું છે. આ શિખર સંમેલનનો આશય જળવાયુ પરિવર્તનનો ઉકેલ લાવવા નક્કર પગલાં ઉઠાવવાના આર્થિક લાભ અને મહત્વને રેખાંતિ કરવાનો છે. આ શિખર સંમેલનનું મુખ્ય લક્ષ્ય વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવાના પ્રયાસોને ગતિ આપવાનું છે.