ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો17 સપ્ટેમ્બરના રોજ 71મો જન્મ દિવસ છે. આ દિવસે આખા દેશમાં ઠેરઠેર ઉજવણી થતી જોવા મળશે. ત્યારે અનેક કાર્યક્રમો અને અભિયાનોની શરુઆત પણ થવાની હશે. ત્યારે વડાપ્રધાન મોદીનું વતન એવા ગુજરાતમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ દ્વારા પણ પીએમ મોદીના 71માં જન્મદિવસ ઉજવણીના ભાગે રૂપે અનેક કાર્યક્રમોનું પણ આયોજન કર્યું છે. તો વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ક્યાં શું થવાનું છે.
ગુજરાતમાં 7100 રામ મંદિરોમાં ગૂંજશે રામધૂન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે ગુજરાતમાં 7100 રામ મંદિરોમાં આરતી અને રામધૂન થશે અને 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવવામાં આવશે. ભાજપ દ્વારા કારોબારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારીત પુસ્તકો અને વડાપ્રધાન દ્વારા લખવામાં આવેલા પુસ્તકોનું એક પ્રદર્શન પણ યોજવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલના કહેવા પ્રમાણે ગુજરાતના લાડલા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસના ઉપલક્ષ્યમાં 17 સપ્ટેમ્બરના રોજ 7100 ગામોમાં રામજી મંદિરોમાં આરતી અને રામધૂન કરવામાં આવશે. આ દિવસે ભાજપ જરૂરિયાત ધરાવતા 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરાવશે.
જન્મદવિસેજ 71 બાળકોના હ્રદયની સર્જરી કરાશે
વડાપ્રધાન મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરીને આ જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. જેમા સાભળીને આપને નવાઈ લાગશે કે તેમના જન્મદવિસેજ 71 બાળકોના હ્રદયની સર્જરી કરીને તેમને નવું જીવનદાન આપવામાં આવશે. એટલે 71 બાળકોની ગુજરાત ભાજપ દ્વારા ઓપનહાર્ટ સર્જરી કરવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
7 હજાર 500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક
ગુજરાત સહિત દેશમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે જોકે હજુ પણ કોરોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પીએમ મોદીના જન્મ દિવસે મેગા ડ્રાઈવમાં 35 લાખ લોકોને વેક્સિનેશનમાં આવરી લેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધીમાં 5.33 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચુકી છે. ત્યારે આવતી કાલે વડાપ્રધાન મોદીના જન્મ દિન નિમિતે 7 હજાર 500 ગામમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પ્રસંગે રાજયમાં 400થી વધુ સ્થળો પર ગરીબોની બેલી સરકાર કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ પ્રસંગે તા.17ને શુક્રવારના રાજકોટ સહિત રાજયભરમાં મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને તાલુકાઓમાં 400થી વધુ સ્થળો પર ગરીબોની બેલી સરકાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-ર અંતર્ગત 3200 જેટલા લાભાર્થીઓને ગેસ કનેકશનો, સબક્રિપ્શન વાઉચર અને કીટનું વિતરણ કરવામાં આવનાર છે.
PM modi 71th birthday: બાળપણમાં મોદીને ગુસ્સો આવતો ત્યારે શું કરતા હતા? જાણો PM મોદીની રસપ્રદ વાતો
વારાણસીના ભારત માતા મંદિરમાં 71,000 દીવા (માટીના દીવા) પ્રગટાવવામાં આવશે
આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે તેમનો 71મો જન્મદિવસ ઉજવણી કરશે. ખાસ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે કાશી અને વારાણસીના ભારત માતા મંદિરમાં 71,000 દીવા (માટીના દીવા) પ્રગટાવવામાં આવશે. દીવા પ્રગટાવવાની સાથે, ભારતીય જનતા પાર્ટી (BJP) 14 કરોડ રેશન બેગનું વિતરણ કરશે. જેના પર "આભાર-મોદીજી"નું લખાણ લખવામાં આવ્યું છે.