નહેરુ સાથે જોડાયેલા પત્રો સોનિયા ગાંધીએ અમને આપવા જોઈએ, નહેરુ મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર
નેહરુ મેમોરિયલના સભ્ય અને જાણીતા ઈતિહાસકાર રિઝવાન કાદરીએ, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું છે કે સોનિયા ગાંધીની કસ્ટડીમાં જવાહરલાલ નેહરુ સંબંધિત કેટલાક કાગળો છે, આ કાગળો પીએમ મ્યુઝિયમ અને લાઇબ્રેરીને પરત કરવામાં આવે. આ પહેલા તેમણે સોનિયા ગાંધીને પણ આવો જ પત્ર લખ્યો હતો. આ પત્ર એડવિના માઉન્ટબેટન સાથેના તેમના પત્રવ્યવહાર સાથે સંબંધિત છે.