PM નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી આહ્વાન કરતા કહ્યું કે, ભૂતકાળમાં મણિપુરમાં હિંસાનો એક સમય હતો. પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે. ત્યારે દેશ મણિપુરના લોકોની સાથે છે. લોકોએ શાંતિના પર્વને આગળ વધારવો જોઈએ. મણિપુરમાં પણ શાંતિથી જ માર્ગ મળશે. મણિપુરની જનતાને કહેવા માગું છું કેન્દ્ર અને રાજ્ય સરકારો શાંતિ જાળવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે અને કરતી રહેશે.