દેશના કરોડો ખેડૂતો માટે ખુશ ખબર છે. કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે 6 હજાર રૂપિયા મેળવનારા ખેડૂતોને મોટી રાહત આપી છે. હકીકતમાં ખેડૂતોને આ રાહત ઈ-કેવાયસીને લઈને આપી છે. કેન્દ્ર સરકારે ઈ-કેવાયસીની ડેડલાઈન વધારી દીધી છે.
સરકાર અત્યાર સુધીમાં ખેડૂતોને પીએમ કિસાનના 10 હપ્તા આપી ચૂકી છે. હવે આગલો હપ્તો એટલે કે, 11માં હપ્તાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. અહેવાલ અનુસાર કરોડો ખેડૂતોની આ રાહ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. એપ્રિલના પ્રથમ હપ્તામાં ખેડૂતોનો 2 હજાર રૂપિયાનો 11મો હપ્તો આવી શકે છે.
કેન્દ્રએ ખેડૂતોને આપી આ રાહત
સરકારે ઈ-કેવાયસીની અંતિમ તારીખને વધારી દીધી છે. પીએમ કિસાન યોજનાની ઈ-કેવાયસીની અંતિમ તારીખ પહેલા 31 માર્ચ, 2022 હતી જેને હવે વધારીને 22 મે, 2022 કરી દેવામાં આવી છે.