ત્રણ દિવસની યાત્રા પર શનિવારે ભારત પહોંચેલા ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિક્સને શનિવારે હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી હતી. બેઠક દરમિયાન ‘હરિત સામરિક ગઠજોડ’ના ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરવાની સાથે દ્વિપક્ષીય સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી ડેનમાર્કના પીએમ મેટે ફ્રેડરિક્સને કહ્યું કે પ્રધાનમંત્રી મોદી દુનિયાના બાકી ભાગો માટે એક પ્રેરણા છે કારણ કે તમે 10 લાખથી વધારે ઘરોમાં સ્વચ્છ પાણી અને નવીકરણીય ઉર્જા માટે ઘણા મહત્વકાંક્ષી લક્ષ્ય નિર્ધારિત કર્યા છે. મને ગર્વ છે કે તમે યાત્રા માટે મારા નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.