વર્ષ ૨૦૨૦ના છેલ્લા મન કી બાત રેડિયો કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષમાં સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની પ્રતિજ્ઞા લેવા દેશની જનતાને આહવાન કર્યું હતું. વડા પ્રધાને જણાવ્યું હતું કે, જનતાએ વિદેશી બનાવટના ઉત્પાદનોનો ઉપયોગ ઓછો કરી દેશમાં જ ઉત્પાદિત વસ્તુઓનો ઉપયોગ કરવો જોઇએ. દેશના નાગરિકોએ નવા વર્ષમાં દેશ માટે આ પ્રતિજ્ઞા લેવી જોઇએ. વડા પ્રધાને ઉદ્યોગ જગતના માંધાતાઓ અને ભારતીય ઉત્પાદકોને દેશમાં જ વિશ્વ કક્ષાના ઉત્પાદનો સુનિશ્ચિત કરવા હાકલ કરી હતી. વડા પ્રધાને જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનો પડઘો સમાજમાં જોવા મળ્યો છે. દરેક પરિવારમાં વોકલ ફોર લોકલનો નારો ગુંજી રહ્યો છે.