સુરત મહાનગર પાલિકા દ્વારા પિન્ક આટો પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. મહિલાઓ દ્વારા સંચાલિત આ પિન્ક ઓટો રીક્ષા મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને શરૂ કરાઈ છે. અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તથા સુરત મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે પિન્ક ઓટો પ્રોજેક્ટની શરૂઆત થઈ છે. માત્ર આઠમું ધોરણ પાસ થયેલી મહિલાઓને સુરત મહાનગર પાલિકા દ્વારા વીસ દિવસ સુધી રીક્ષા ચલાવવાની સઘન તાલીમ આપવામાં આવે છે.