સ્પેશિયલ ઈકોનોમિક ઝોનની રચના માટે સંપાદિત જમીનનો સેઝ માટે ઉપયોગ કરવામાં આવ્યો ન હોય તો તે જમીન ખેડૂતોને પરત કરવાની માગ કરતી અરજી મુદ્દે સુપ્રિમે કેન્દ્ર અને સાત રાજ્યોને નોટિસ પાઠવી છે. જાહેર હિતની અરજીમાં દાવો કરાયો હતો કે સેઝ માટે સંપાદિત કરેલી 80 ટકા જમીન વણવપરાયેલી પડી રહે છે. સંગઠન વતી હાજર રહેલા વકીલે કેગના 2012-14ના અહેવાલને ટાંક્યો હતો.