જેનેરિક દવાઓ લખી આપવા માટે હોસ્પિટલો અને ડોક્ટરોને નિર્દેશ અપાય અને ચોક્કસ નીતિ ઘડવાની માગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં PIL થઈ. રિટમાં કહ્યું કે જેનેરિક દવા લખી આપવાનું ઠરાવાયું હોવા છતાં ડોક્ટર્સ મોટાભાગે બ્રાન્ડેડ કંપનીઓની દવા લખે છે, જે મોંઘી છે. સામાન્યપણે જેનેરિક દવાઓ 30 થી 80 ટકા સસ્તી હોય છે. મેડિકલ કાઉન્સિલના નોટિફિકેશન છતાં ડોક્ટર્સ જેનેરિક દવાઓ લખતાં નથી.