રાહુલ ગાંધીને સુરત કોર્ટે મોદી સરનેમ માનહાનિવાળા કેસમાં 2 વર્ષની સજા સંભળાવી હતી. આ સજાનુ એલાન થયા બાદ લોકસભા સચિવાલયે નિયમ મુજબ તેમનુ સભ્યપદ ખતમ કરી દીધુ. હવે આ મામલે જોડાયેલી એક જનહિત અરજી(PIL)સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. જેમાં બે વર્ષની સજા થતા આપોઆપ સભ્યપદ ખતમ થવાના નિયમને પડકારવામાં આવ્યો છે.