ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી તુવેર કૌભાંડનું ભૂત ધુણવા માંડ્યું છે. કેશોદ ખાતે તુવેર કૌંભાડનો જથ્થો પકડ્યો છે જેમાં કુલ સાત આરોપીમાંથી એક આરોપીના ખેતરમાંથી નબળી ગુણવત્તાવાળી તુવેર પકડાઈ છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ છાપો કોઈ સરકારે નહીં પણ પણ ખેડૂતોએ છાપો માર્યા હતો. કેશોદમાં ચાર દિવસથી તુવેર કૌંભાડ ચર્ચાના એરણ પર છે. ગુજરા પ્રદેશ કિસાન કોંગ્રેસેના ચેરમેન પાલભાઈ આંબલિયા જણાવ્યું હતું કે સરકાર અને તંત્ર કારકુન કક્ષાની વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરીને સંતોષ માનીને બેસી ગયા છે એમાં તાપસ તો નામ પૂરતી ચાલે છે. સરકાર કરતા તો હવે ખેડૂતો વધારે તેજ ગતિએ કામગીરી કરી રહ્યા છે. વધુ તેઓએ ઉમેર્યું હતું કે સરકારે આરોપીઓ પાસે થી માહિતી નીકળવાની જગ્યાએ ખેડૂતો માહિતી એકત્રિત કરી છાપામારી કરી રહ્યા છે આ ઉપરથી એવું લાગે છે કે સરકાર કૌભાંડ ઢાંકવા માટે ધમપછાડા કરે છે અને ખેડૂતો કૌભાંડ ઉજાગર કરાવવા મથે છે.