મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સામાન્ય માનવીઓ – નાગરિકો અને નાના સ્ટેમ્પની મુશ્કેલીઓ નિવારવાની સંવેદનાથી મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ રાજ્યમાં 500 રુપિયાથી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેચાણ વધુ ત્રણ મહિના એટલે કે તા. 1 ઑકટોબરથી તા. 31 ડિસેમ્બર 2019 સુધી ચાલુ રાખવામાં આવશે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં 500 રુપિયાથી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનો ફિઝીકલ ઉપયોગ 1 ઓકટોબર-2019થી બંધ કરીને ડિઝીટલ સ્ટેમ્પિંગ સુવિધાનો ઉપયોગ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબરથી ફરજીયાત ઈ-સ્ટેમ્પઇંગના રાજ્ય સરકારના નિર્ણયને સ્ટેમ્પ વેન્ડર્સે હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવ્યો છે. પિટિશન અનુસાર અરજદારો જણાવે છે કે સેલ્સ રૂલ્સની જોગવાઈ મુજબ સ્ટેમ્પ પેપરના ફેસ વેલ્યુ પર દરેક સ્ટેમ્પ વેન્ડરને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે.