ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી પર 16માં દિવસે વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત છે. વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ અંગકસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે મંગળવારે (પહેલી એપ્રિલ) વ્યાયામ શિક્ષકોની ગાંધીનગરમાં સચિવાલય જઈ ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચી હતી, જેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય શિક્ષકોને ટિંગાટોળી કરી પોલીસ વાનમાં લઈ જવાયા હતા.