સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકએ એક નવું ફિચર લોન્ચ કરી દીધું છે. ફેસબુકે તેના એન્ડ્રોઇડ યુઝર્સ માટે ભારતમાં મોબાઇલ નંબર રીચાર્જની શરૂઆત કરી દીધી છે. જેનાથી ફેસબુક યુઝર્સ પ્રીપેડ મોબાઇલ નંબર રીચાર્જ કરી શકશે. આ નવું ફિચર પ્રાયોગિક ધોરણે પ્રીપેડ અને એન્ડ્રોઇડ યુઝર્સ માટે શરૂ કરાયું છે. આ ફિચર્સ આઈફોન અને ડેસ્કટોપ સાઇટ પર પણ ઉપલબ્ધ થવાની સંભાવનાઓ છે.