જિલ્લાનું સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર રાજા રણછોડની ભૂમિએ ઉત્સવોની ભૂમિ છે, વર્ષ દરમિયાન અસંખ્ય ઉત્સવો ઉજવાય છે, પણ ડાકોરના ઠાકોરના ભક્તો માટે ફાગણી પૂનમ 5 દિવસના ઉત્સવનો મહિમા અનેરો છે.
ફાગણ સુદ અગિયારસથી ફાગણ સુદ પૂનમ આ પાંચ દિવસનો ઉત્સવ એ ફાગણી પૂનમ ઉત્સવ તરીકે ઓળખાય છે અને રાજ્ય ભરમાંથી લાખ્ખો શ્રધ્ધાળુ ડાકોર ફાગણી પૂનમ ચાલતા દર્શન એ આવે છે, પણ આ વર્ષે કોરોના મહામારીના પગલે ફાગણી પૂનમ ઉત્સવ ખેડા જિલ્લા કાલકેટરની સૂચનાથી બંધ રાખવામાં આવેલ છે.
ડાકોર ફાગણી પૂનમે ચાલતા દર વર્ષ 7 લાખથી વધુ પદયાત્રી ચાલતા દર્શન આવે છે પણ આ વર્ષ કોરોના મહામારીને કારણે આટલા લાખ્ખો લોકો પદયાત્રામાં ચાલતા આવે અને કોરોના સંક્રમણનું જોખમ વધે તે કારણે ખેડા જિલ્લા કલેક્ટરના વહીવટીતંત્રએ ડાકોર મંદિરને ફાગણી પૂનમની ઉજવણી રદ કરવા આદેશ કર્યા છે.