NIA અને EDએ ભારતની અનેક અદાલતોમાં રજૂ કરેલા તેમના રિમાન્ડ રિપોર્ટમાં કટ્ટરપંથી સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે PFI ભારતમાં ઇસ્લામનું શાસન સ્થાપિત કરવા માંગે છે, તેથી તે દેશમાં આતંકવાદી (Terrorist Activities)ઘટનાઓને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહ્યું છે, જેથી વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરી શકાય. આ સાથે જ એવો પણ ખુલાસો થયો છે કે 12 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની પટણા રેલીને ટાર્ગેટ કરવી કે જેથી કરીને માહોલ બગાડી શકાય. આ માટે PFIના કાતામાં 120 કરોડ રૂપિયા જમા થયા અને એનાથી ડબલ રકમ કેશમાં પણ મળી હતી.