ગુજરાત રાજયના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની નીચલી કોર્ટોમાં પડતર કેસોના આંકડા પણ ચોંકાવનારા સામે આવ્યા છે. જે મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં તાજી સ્થિતિએ આશરે કુલ 1.70 લાખ જેટલા કેસો પડતર બોલી રહ્યા છે, જેમાં 1.15 લાખ જેટલા કેસો દિવાની પ્રકારના છે, તો 54 હજારથી વધુ કેસો ફોજદારી પ્રકારના છે. તો, ગુજરાત રાજયની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર બોલી રહ્યા છે