કેટલાક સમયથી કાળઝાળ મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને આંશિક રાહત આપતા કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝમાં ઘટાડો કર્યો છે. લાંબા સમયથી દબાણ હેઠળ રહેલી કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલની એક્સાઈઝ ડયુટીમાં પ્રતિ લીટર રૂ. ૮ જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર રૂ. ૬નો ઘટાડો કર્યો છે. દેશમાં પેટ્રોલ પ્રતિ લીટર રૂ. ૯.૫૦ અને ડીઝલ રૂ. ૭ સસ્તું થયું છે.
આ સાથે નાણામંત્રી નિર્મલા સીતારામને ૧૨ ટ્વીટ કરીને ઉજ્જવલા યોજના હેઠળ પ્રતિ સિલિન્ડર રૂ. ૨૦૦ની સબસિડી સહિત અનેક જાહેરાતો કરી છે. પેટ્રોલ, ડીઝલ સસ્તા થતાં સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. ૧. લાખ કરોડનો બોજ પડયો છે.