કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે હાલની વૈશ્વિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતોને જોતા અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં પેટ્રોલની કિંમતો સૌથી ઓછી છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય મંત્રી પુરીએ કહ્યુ કે અમુક રાજ્યોએ કેન્દ્ર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવા માટે વેટમાં ઘટાડો નથી કર્યો.