એક તરફ દેશમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે બીજી તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આજે ફરી સતત 17માં દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિ લિટર તો ડીઝલની કિંમતમાં 55 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ મંગળવારે વધીને 79.76 રૂપિયા પ્રતિ લિટર થયા છે. ડીઝલની કિંમતમાં પણ વધારો થયો છે. ડીઝલની કિંમતમાં આજે 79.40 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે.
નોંધનીય છે કે, છેલ્લા 16 દિવસમાં ક્રૂડ ઓઈલની કિંમત 35-40 ડોલર પ્રતિ બેરલ આસપાસ રહી છે. તેમ છતાં દેશમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત 17માં દિવસે વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં આજના ભાવ વધારા બાદ પેટ્રોલની કિંમત 77.26 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ભાવ 76.76 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી છે.